દાનમ કેવલમ ... price-2 Rs/- (ગુજરાતી પુસ્તક)
પુસ્તકોના સારાંશ ....
આજની દિનચર્યામાં મનુષ્યો માટે સુખ-શાંતિ એક કલ્પના જ રહી
ગઈ છે. તમે સ્વભાવિક રીતે મહેનત કાર્ય વગર આત્મ-સંતોષ મેળવવા માંગતા હો તો તેના
માટે માનવતા અને કરુણાથી ભરેલાં હૃદયની જરૂરિયાત છે, પોતાના માટે પણ અને
વિશ્વશાંતિ માટે પણ.
તેથી તમે તમારી દિનચર્યામાં નીચે બતાવેલ સત્કર્મ જોડી લો.
જો બધા ન કરી શકો તો બે તો અવશ્ય કરો. જીવમાત્ર પ્રતિ દયા અને મદદની ભાવના સાથે:-
૧) ગૌ માતાની સેવા – ગૌ માતા માટે રોટલી અને પાણીની કુંડીની
વ્યવસ્થા.
૨) પક્ષીઓની સેવા – પક્ષીઓ માટે દાણા અને પાણીની કુંડીની
વ્યવસ્થા.
૩) દરિદ્રનારાયણની સેવા – દરિદ્રનારાયણને રોજ ભોજન
કરાવવું,નહી તો કોઈ એક ગરીબ પરિવારને ભોજન સામગ્રી આપવી.
૪) અસંગ્રહી બનવું –આપણી પાસે ઘરમાં જે સામાન વધારે હોય
અથવા કામ વિનાનો હોય જેમકે જૂનાં કપડાં,ચંપલ, બુટ,વાસણ વગેરે જે બીજાના કામમાં આવે
તેવી વસ્તુઓનું દાન કરો. અતિ સંગ્રહનો ત્યાગ કરવો.
Comments